Sunday, December 20, 2015

તને આપે આલિંગન ભગવાન, એવું જીવન તું જિવજે યુવાન.

હેલ્લો ફ્રોમ રાહુલ અને એની આજની વાણી....
યાર મને પણ હાઈ-હેલ્લો કહી દો કોઈક દિવસ સમય નિકાળીને. હવે અહીં પગ પ્રદર્ષિત કરવાનો સમય નથી મળતો, આજે થોડો ઘણો નવરો હતો એટલે થયું કે ચલો બ્લોગ પર પણ એકાદ આંટો મારી આવું.
.
આજે તારીખ કઈ છે? (કેલેન્ડર માં જોઈ લો)
.
આજે તિથિ કઈ છે? (કેલેન્ડર માં નઈ બતાવે)
.
અરે આ બ્લોગ નું મથાળું જોઈને થોડો અંદાઝ તો જોર થી મારી જ લીધો હશે કે કેવી વાતો થશે. ચલો તો મુદ્દાસર પોસ્ટ ની શરૂઆત કરું. બોલો જય શ્રીકૃષ્ણ.
આજે માગસર સુદ એકાદશી એટલે કે એક મહાન ગ્રંથ ની જયંતી ઉજવાય છે. આ મહાભારત નો જ એક ભાગ છે. જેમાં પ્રત્યેક વિચાર ભગવાને સ્વમુખે કહેલા છે અને એ એટલે "શ્રીમદ્ ભગવદગીતા"
આજથી લગભગ ૫૦૦૦ વર્ષ પહેલા કુરુક્ષેત્ર નાં રણ મેદાન માં જયારે અર્જુન " सीदन्ति मम गात्राणि " કહીને જયારે હતાશ થઈને બેસી જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને આશ્વાસન આપીને હાથમાં ગાંડીવ પકડાવે છે એ પણ ફક્ત અને ફક્ત ધર્મ ની રક્ષા કરવા અને અધર્મ નો નાશ કરવા માટે. પણ આજના સમય માં છે કોઈ એવા અર્જુન જેવું? જવાબ છે "હા".
એ બધા જ વ્યક્તિ અને યુવાન-યુવતી જે પોતાના ધ્યેય માટે કટીબદ્ધ છે તે બધા માં અર્જુન વૃત્તિ છે તેમ જ કહી સકાય. પણ એ ઘ્યેય સાચા માર્ગ તરફ નો હોવો એટલો જ જરૂરી છે. પણ જે કહેવાય છે કે મનુષ્ય જીવન છે અને જો હું સતત કામ માટે પ્રયત્ન કરું છું તો તકલીફ તો ડગલે અને પગલે આવશે જ. અને અહીં "જો બકા, તકલીફ તો રહેવાની જ" કહી ને આપણે આ સ્વીકારી પણ લીધું છે. પણ પરિસ્થિતિ સામે જો અર્જુન જેવો યોદ્ધો પણ હતાશ થઇ જાય તો કળિયુગ માં કોઈ માયકાલાલ એવો નથી કે જે સંપૂર્ણ છે અને જેને પ્રેરણા ની જરૂર ના હોય. ત્યારે ભગવાન ગીતા માં કહે છે કે  "ममैवांशो जीवलोके" , "બેટા તું મારો અંશ છે". આવા ખુદ ભગવાન યોગેશ્વર (કુરુક્ષેત્ર મેદાન માં અર્જુન ને બતાવેલું રૂપ) ના આશ્વાશન પછી ફક્ત અર્જુન જ નહિ આજનો પ્રત્યેક વ્યક્તિ ગાંડીવ ઉપાડવા તૈયાર થઇ જાય. પણ આ બધું સાંભળવું જ કોને છે? હા હા, હી હી કરવામાંથી આવું વિચારવાનો સમય જ નથી ને(સોરી, તમને કંઈ નથી કહેતો હું, ખોટું નાં લગાડતા) અને એક વાત તો જેમ સૂત્ર બનાવી લીધું હોય.
----> માવો ખાવાથી માન વધે, પાન ખાવાથી પ્રેમ વધે, તમાકુ ખાવાથી તંદુરસ્તી વધે.... પણ હવે એમને કોણ સમજાવે કે આ બધું ખાવાથી તારા બાપાનું કંઈ ના વધે.
અને આજે "ગીતા જયંતી" નો ઉત્સવ હજારો સ્થળે લાખો વ્યક્તિ મળીને એક અલગ અંદાઝ માં ઉજવે છે. જેનાથી ભગવાન ને આલિંગન આપવાનું મન થાય. અને હકીકત માં આજનો યુવાન કેવો?
"નાટક સિનેમા માં નાચતો ને કૂદતો,
પોતાનો તાલ ભૂલી પરતાલે નાચતો"
પણ ગીતા ના નિચોડ માંથી સમજીએ તો સમજાય કે કેવા કર્મ કરવા જેનાથી ભગવાન પણ યુવાન ને આલિંગન આપે.
"થાય નાટક તારા પર નિર્માણ,
એવું જીવન તું જિવજે યુવાન"
પણ જે યુવાન કર્મ ને પ્રાધાન્ય જ નથી આપતો અને કે જયારે નસીબ ના જોરે બેસી રહીને સમય વેડફે છે. ત્યારે યાદ આવે કે
"તકદીર નો ભરોસો ના તું તકદીર બની જા,
રડતો ના ઉભો થા કામે લાગી જા"
I strongly believe in karma, do you?
સાથે "ગીતા અન્વય, યોગ સમન્વય",
ગીતા તો છે જ યોગ નો સમન્વય, સાંખ્ય યોગ, વિષાદ યોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ ની સાથે સાથે કર્મયોગ પણ ભગવાને સમજાવ્યો છે.
"કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે" અને ગીતા ફક્ત વાંચવા માત્ર થી જ જીવન બદલાઈ જાય. આવા જીવન ગ્રંથ ની નોંધ પ્રત્યેક અખબાર માં આજે લેવાઈ છે, પણ આપણે તો એ જ વાંચીશું કે લેટેસ્ટ ફિલ્મ એ કેટલી કમાણી કરી?
અરે ગીતા વિષે જેટલી વાત કરીએ એટલી ઓછી. જય શ્રી કૃષ્ણ :)
લબૂક :-
"જ્ઞાન સભર સરિતા ગીતા,
કર્મયોગી કવિતા ગીતા,
માં ગીતા ની સંગે,
જીત મળે જીવનજંગે,
પુષ્પ તણી મૃદુતા છે ગીતા,
ખડગ તણી છે ધાર ગીતા"

Thursday, October 1, 2015

હું કપિલ શર્મા નો પંખો

મિત્રો કેમ છો?  હોપુ (Hope) કે તમે મજામાં જ હસો, અને નાં પણ હોવ તો મારે શું? ટાઈટલ વાંચી ને ઘણા ને વાંચવાનું મન નહી થાય અને અમુક ફક્ત મારા માટે વાંચતા હશે. હમણાં જ રીસેન્ટલી "કિસ કિસ કો પ્યાર કરૂં" મુવી જોયું. સૌપ્રથમ જે  કોઈ પણ રીવ્યુ માટે વાંચતા હોય એ મિત્રો ને "જય ભારત સાથે જણાવવાનું કે" મને એ બધું ના ફાવે.

હું મારા મિત્રો સાગર, ભાવેશ અને વીરુ સાથે ગયો હતો. પ્લાન્નીંગ તો મારા અને વીરુ બંને નું જ હતું પણ થીએટર માં જઈને ભાવેશ અને સાગર ભટકાયા. એમને ટીકીટ્સ લીધેલી હતી પહેલા થી જ પણ જોગાનુંજોગ અમારી અને એ બંને ની શીટ્સ સાથે જ હતી. શનિવાર નો દિવસ હતો (શુક્રવાર પછી) એટલે થીએટર ભરેલું હતું. અને સવારના શો માં ગયા હતા તો 50 રૂપિયા ની ફૂડ કુપન ફ્રી હતી એટલે સીધો જ 200RS નો ફાયદો.

વરુણ કુમાર(પેલો ફૂકરે વાળો) અને કપિલ શર્મા મળી ને જે પેટ દુખાડ્યું છે મજા પડી ગઈ. કપિલ ની ચાર પત્ની છે (અને હું હજી સિંગલ છું) એમાંથી એક એની ગર્લફ્રેન્ડ છે એલી અવરમ, મસ્ત દેખાય છે. છેલ્લે બાહુબલી માં તમન્ના ગમી હતી હવે એલી એ જગ્યા પડાવી લીધી (મારા મનમાં). આમ તો બધી જ એક્ટ્રેસ મસ્ત જ છે અને હા બીજી એક વાત એમાં જોહની લીવર ની બેટી છે. પેલી કામવાળી બાઈ, અરે ગજ્જબ ની એક્ટિંગ છે એની અને એના માટે અબ્બાસ મસ્તાન (બંને એ) નંબરીયામાં જ જોહની ભાઈ ને સ્પેસીઅલ થેંક્યું કહી દીધું છે. અને અરબાજ ભાઈ ને મારા તરફ થી ધન્યવાદ પાઠવું છું.

અખા થીએટર માં જેમ સાગર એકલો જ હોય એ રીતે કુદી કુદી ને બુમો, સીટી અને તાળીઓ પાડતો હતો.
સમંદર વાળું સોંગ પણ મસ્ત છે, શ્રેયા એ ગાયેલું છે.

એકસન કે સસ્પેન્સ જેવું કઈ જ નથી, ફક્ત અને ફક્ત કોમેડી છે. લોકો એ ખુબ વખાણ કર્યા આ ફિલ્મ ના અને બીજું કે Tanu weds Manu returns ના ઓપનીંગ કમાણી કરતા વધારે કમાનારી ફિલ્મ છે. છેલ્લે જે ઈમોસનલ સીન છે એનાથી કપિલ ની એક્ટિંગ પરખાઈ આવે.

કોમેડી સર્કસ થી લઈને કોમેડી નાઈટ સુધી બધા જ એપિસોડ જોઈ નાખ્યા છે એટલે મારા થી મોટો એનો કોઈ જ ફેન નઈ હોય એવું તો નઈ કઉ પણ મને પસંદ છે બોસ્સ.
અંતે Singh Is Blingh જોવાનું નક્કી કરીને સીધા જ ઘરે.

લબૂક :-
ફિલ્મમાં બે જ વાત નહતી જેને કારણે લોકો એ નહિ જોઈ હોય.....

1. નવજોત સિદ્ધુ
2. કીસ્સિંગ સીન

ફિલ્મ માં બે જ વાત હતી જેને કારણે આ ફિલ્મ આશા કરતા વધારે કમાઈ....

1. કપિલ
2. કપિલ

.
.

Friday, August 28, 2015

ફર્ક તો પડતા હૈ - બધા જ પોતાની રીતે સાચા હોય છે


"ફર્ક તો પડતા હૈ" તત્કાલીન ધોરણે બનાવવામાં આવેલું શીર્ષક. કેમ, સાચી વાત ને? અરે હા, વાત તો  કરી જ નઈ કે કઈ વાત માં ફર્ક પડે? ઓકે તો જણાવી દઉં કે શું વાત છે. માની લો કે ગુજરાત માં કોઈ એક જ્ઞાતિ  માંગણી કરે છે અને એના માટે પોતાની રીતે મેદાને ચડી જાય સરકાર સામે અને એ પણ એક અલગ જ રસ્તો અપનાવે "આંદોલન" નો કે જે એમણે બધી જ કોશિશ કર્યા પછી અંતે અપનાવવો જોઈતો હતો (As i think).

હવે તમે સમજી ગયા હસો કે હું કઈ વાત કરી રહ્યો છું. (એમ તો તમે સમજદાર જ છો) આમાં બીજા ઘણા લોકો (OBC, SC, ST) કે પછી ખુદ જનરલ કેટેગરી વાળા પણ એમ વિચારતા હતા કે જે કઈ પણ કર્યું તે ખોટું કર્યું. હા તો છેલા 13 વર્ષ થી જેનું નામ સુધ્ધા પણ ગુજરાત માં નહતું લેવાયું એવો શબ્દ "Curfew" આપણને સાંભળવા મળ્યું (All credit goes to Andolan???) 

25 ઓગસ્ટ 2015 ના રોજ ફક્ત 12 કલાક માં જ 18 લાખ માણસો, લાઠીચાર્જ, ધરપકડ, હુમલો, પથ્થરમારો, ભય અને શાંતિ, નુકશાન અને લાભ, છેવટે અમુક જગ્યા પર લોકો ને અમુક સમય માટે ઘર માંથી બહાર ના નીકળવાનો આદેશ. અને આવા સમય માં જે એમ કહે કે અમને શું ફર્ક પડવાનો? "ફર્ક તો પડતા હૈ"

હવે જાણકાર, સમજદાર, નામદાર અને અનુભવી લોકોએ પોતાની રીતે બધું જ વિચારી લીધું, અલગ અલગ રીતે માપીએ તો માથાદીઠ 20 GB જેટલું વિચાર્યું જ હશે. અને એમાંથી 90% કોમન વિચારો. એ પણ સચોટ ઉદાહરણ સાથે :P (જેમ કે રાજકારણ હોઈ  શકે)

પણ .... પણ ... પણ ફક્ત વિચાર્યું જ, અને બધા ને લાગે છે કે આમ હોવું જોઈએ અને આમ ના હોવું જોઈએ?? (બધા માં હું અને તમે પણ સામેલ જ છીએ)

વાત તો ત્યાં સુધી મળી કે 10 હજાર કરોડ રૂપિયા સુધી નું નુકશાન ગુજરાત ને થયું (વ્યવસાય, નોકરી-ધંધા, દુકાન, ઓફીસ 3 દિવસ સુધી બંધ રહેવાના કારણે) તો આપણને કઈ ફર્ક ન પડ્યો? "ફર્ક તો પડતા હૈ" 

પણ .... પણ ... પણ આપણે કંઈ કેમ ના કરી શક્યા? અને આપણે શું કરી શકીએ હવે થી? 
પણ .... પણ ... પણ આવું વિચારે કોણ? બોલવું તો એટલું જ છે કે અમને શું ફર્ક પડવાનો છે? તો ફરીથી એક જ વાત સામે આવે "ફર્ક તો પડતા હૈ"


જે બધી વાતો છે તે બધી તમારી અને મારી સામે જ છે. હવે એટલું તો વિચારીએ કે આવા સમયે મારે શું કરવાનું? કઈ નથી ધ્યાન માં આવતું? તો હવે વિચાર પણ મારે સજેસ્ટ કરવાનો તમને? એક કહેવત છે ને ગુજરાતી માં "સારું ના કરી શકીએ તો ખરાબ તો ના જ કરીએ" એટલે કહેવાનો અર્થ એટલો જ કે  અફવાહ ફેલાવવામાં કે પછી તોફાનમાં આપણે ભાગીદાર ના થઈએ એટલું સારું અને સરકાર કે પોલીસ ને  સહકાર આપીએ એટલું તો કરી જ શકીએ ને? હું તો આટલું જ વિચારી શકીશ (નાનો છું ને હજી એટલે).
તમે કંઈ વધારે વિચારતા હોય તો કમેન્ટ્સ આવકાર્ય છે.

"બધા જ પોતાની રીતે સાચા હોય છે"

લબૂક : - 

"જબતક તોડેંગે નહિ તબતક છોડેંગે નહિ,
 આવું કહેવાવાળા બધા માન્જી નથી હોતા"

નોંધ :- આ પોસ્ટ થી કોઈ પણ વ્યક્તિ કે સમુદાય ની લાગણી દુભાવવાનો ઈરાદો નથી, મહેરબાની કરીને કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહિ.

Friday, June 12, 2015

મારી પાસે જાદુઈ લાકડી નથી

હેલ્લો સૌપ્રથમ તો વધારે લેટ કમવા(come) બદલ માફી માંગુ છું (શેની માફી? મારો બ્લોગ છે હું ગમે ત્યારે કમુ) ઓકે તો "મારી પાસે જાદુઈ લાકડી નથી" આ મારા પિતાશ્રી નું વાક્ય છે. ઉભા રહો થોડી રાહ જુવો બધું સમજાવું છું. જ્ઞાન આપવા જ આવ્યો છું. (જે સમજો તે)

એટલે કહેવાનો મતલબ એમ કે મારા પપ્પા એક શિક્ષક છે તો એમને વાલી આવી ને સલાહ સુચન કરે એમના લાડકા/લાડકી વિષે. મારા બાબા ને સારું ભણાવજો એને આ ફલાણું, ઢીંકણું, સીખવાડજો, એને વર્ષ ના અંત સુધી માં આટલું તો આવડવું જ જોઈએ. મારા પપ્પા થી એ સમયે તો  હા એ હા જ કરવું પડે. પણ પછી એમનું આ વાક્ય હોય "મારી પાસે તો જાદુઈ લાકડી છે? તો હું આમ ફેરવી દઈસ તો આવડી જશે?"

ઘણી વખત આપણી સાથે આવું થાય છે કે આપણા "Well Wishers" (સબંધી અને મિત્રો) એવું કામ સોંપી દે જે આપણે ના કરી સકતા હોય, અને એમને એવું લાગે કે આ કામ તો આપણા થી ચપટી વગાડતા થઇ જશે.

લાઈવ ઉદાહરણ વિરાટ કોહલી ને જ જોઈ શકીએ, અરે યાર વિરાટ કોહલી નું નામ આવતા જ અનુષ્કા શર્મા ને કેમ યાદ કરો છો? હું એમ કહી રહ્યો છું કે એને ટેસ્ટ કેપ્ટન્સી આપી દીધી (કે પછી થોપી બેસાડી) એની પાસે થી બધા જ ક્રિકેટ પ્રેમીઓ મસમોટી આશા રાખી ને બેઠા છે. અને જો એવું નાં પણ હોય તો એવી વાતો કરનારા છે જયારે ટેસ્ટ માં ભારત કદાચ હારી જાય (એક ક્રિકેટ પ્રેમી તરીકે હું નથી ઈચ્છતો કે આવું બને ) તો એ બધા પાછળ જવાબદાર ફક્ત વિરાટ કોહલી જ છે, આવું સાંભળીએ તો નવાઈ નહિ. અરે યાર એક કેપ્ટન તરીકે એની પાસે પહેલા થી જ ઘણી જવાબદારી છે. (બેટિંગ લાઈનઅપ, બોલીંગ એટેક, પ્લેઇંગ ઈલેવન, અને પોતાનું ફોર્મ) તો આ સાથે સાથે કદાચ એ જીત ન પણ અપાવી સકે તો એને જવાબદાર ગણવો એ મુર્ખામી ભર્યું છે.

જે લોકો સાંજે 8.00 વાગ્યા પછી ઘરની બહાર પણ નીકળતા નથી એ લોકો ટેસ્ટ કેમ હાર્યા અને કોને કારણે હાર્યા એની એવી વાતો કરશે જેમ એમણે તો phd કરી હોય. મૂળ વાત એ છે કે આવી પરિસ્થિતિ આપણા પોતાના પર થોપી દેવામાં આવે જબરદસ્તી થી અને જયારે એ કામ સફળતાપૂર્વક પતિ જાય તો વાહ વાહી મળે ના મળે એ વાત પછી આવે, પણ અગર જો આપણે એ કામ ના કરી શક્યા તો જાણે કે આ પૃથ્વી પર એમનું એ કામ કરવા માટે જ જન્મ લીધો હોય એ રીતે અનુભવતા હોઈએ છીએ (બધા ની વાત નથી કરતો)

"Do or die, there is no try" "જો ભાઈ આટલું કામ કરી દે, કરવું જ પડશે, તારા થી તો થઇ જ જાય યાર, તું તો માસ્ટર છે" આવા વાક્યો બોલે ત્યારે ખરેખર થઇ જાય કે માખણ એકદમ સસ્તું થઇ ગયું છે. આ વાતો કામ આપે ત્યારે થાય , અને જો ના થાય તો એમાં આપણે અસફળ રહીએ ત્યારે ..... કદાચ તમને અનુભવ હશે કે કેવા વાકબાણ નીકળતા હોય! મફત ની સિગારેટ્સ ફૂંકનારા આપણને સમજાવે કે કઈ રીતે કામ થાય.

તો આવી પરિસ્થિતિ માં શું કરી શકીએ એ આપણે જાતે જ વિચારી લઈએ? (બધુ મારે જ સમજાવાનું??) તો મળીએ આવતી પોસ્ટ માં આ જ બ્લોગ પર, ત્યાં સુધી Well Wishers નું કામ પતાવતા રહો. 

આ પોસ્ટ નું જમા પાસું :- આ બધા મારા જ વિચાર છે અને અનુભવ થી લખેલું છે.
અને નબળું પાસું :- આ બધા મારા જ વિચાર છે અને મને વિચારતા નથી આવડતું.


લબૂક :- 
"જો બકા થશે એટલું કરીશ, 
ખોટા વચન માં બંધાવાનું આપણને નહિ ફાવે"




Thursday, April 9, 2015

ફરવાનું, ગાવાનું, રમવાનું, જલસા કરવાના, મજ્જાની લાઈફ

"હમ એકબાર જીતે હે એકબાર મરતે હે", હકીકત માં આપણે દરરોજ જીવીએ છીએ. આ એટલે કઉ છું કે  હું  બે દિવસ જિંદગી જીવ્યો હોય એવું લાગ્યું (દિલ થી એહસાસ થાય ને કે મજ્જો પડી ગયો એવી ફીલિંગ) હનુમાન જયંતી એ પણ શનિવારે!! હનુમાન જી નો એક જ નિયમ હતો "Keep calm and trust Ram" !! મારા મમ્મી ના મામા એ ફૂલો ના ગરબા રાખ્યા હતા શુભ દિવસ જોઇને આ કરવાનું જ હતું (હા અમારે ગામડા માં મહિના માં એકાદ વખત ગરબા કે હવન જેવું કૈક હોય જ) શનિવારે ઓફીસ પર થી સીધો જ (આડો અવળો નહિ) ગરબા ના સ્થળ પર બોલાવી લીધો મને. ઘરે જમવા માટે કઈ મળશે નહિ એ વિચારી ને હું પણ ત્યાં જ ગયો.

પુરા 54 KM બાઈક ચલાવ્યું બીજા દિવસે રવિવાર હતો એટલે થોડી રાહત થઇ કે ગરબા રમી
શકાશે, તો સરમ બાજુએ મૂકી ને ખુબ્બ જ ગરબા રમ્યો, શોખ તો હતો જ અને આમ કઈ મોકો મળે તો સોના માં સુગંધ ભડે એવું થયું મારા માટે. પણ પછી સવારે એ સુગંધ મૂળ સાથે ક્યાય દુર ઉડી ગઈ, હવે રજાના દિવસે સવારે વહેલું ઉઠવું એ દુનિયા ના સૌથી અગરા કામ માંથી એક છે  (મારા માટે) તો પણ 6.00 વાગે ઉઠી જવું પડ્યું.

થોડા સમય પહેલા મારો એકસીડટ થયો હતો. એના માટે મારા દાદી એ એક નાનું હવન રાખ્યું હતું માનતા સ્વરૂપે, તો એમાં પણ આનંદ આવ્યો મન એકદમ પ્રફ્ફૂલ્લિત થઇ ગયું. (હવન માં પૂજા કરવાનો એક અલગ જ અનુભવ હોય છે.)

હવે પછી રાત્રે 1.00 વાગ્યા સુધી જાગ્યા પછી મારું સુઈ જવાનું પ્લાન્નીંગ હતું. પણ ગયા રવીઈવાર નું મુવી જોવા જવાનું પ્લાન્નીંગ રદ થયા પછી આ રવિવારે જવું એ પાક્કું હતું. વીરુ અને હું બપોરે ઉપડી ગયા અમારું ફટફટીયું લઈને (નવું જ છે) ફાસ્ટ એન્ડ ફ્યુરીઅસ એક ટીવી સીરીઅલ ની જેમ હોય એ રીતે એના 6 પાર્ટ જોયા બાદ 7 જોવું એ નક્કી જ હતું પણ એ યોગેશ, જીગ્નેશ, અને અભિષેક સાથે જવાનું હતું. (હોની કો કોન ટાલ શકતા હે).

એ પછી સાંજે ફરીથી ગામ માંથી એક "ક્રિકેટ નો કીડો" જે ઓળખાય છે એ સાગર નો કોલ આવ્યો "રાહુલ આજે ઝાક ગામ માં ટુર્નામેન્ટ માં રમવા જવાનું છે. તું સાંજે 8.00 વાગે ગામ ની સ્કૂલ માં આવી જજે, આપને સાથે જઈશું બધા" હું નાં ના કહી સક્યો, ક્રિકેટ ને ઇન્ડિયા માં નેસનલ હોબી કહી શકાય. એટલે મને પણ રસ હતો તો રમ્યા અને જીત્યા (પુરા 40 રન થી), ટીમવર્ક મેં કેટલા રન કર્યા કે વિકેટ લીધી એ વિચારવાની મનાઈ છે.  





મારે તો બસ ખુશ રહેવું અને ખુશ રાખવા, મારા કારણે બીજા કેમ હેરાન થાય?? ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે (બધી જગ્યા એ ની) let's go જ કર્યે રાખવાનું, અને હું પણ કેમ હેરાન થાઉં, બસ એક એક પળ જીવવી છે એ પણ મજા કરીને, બાજુ વાળા ને કેમ ખબર પડે કે મારી આંખ માં આંસુ છે?? બસ ખુશ રહેવાની હરીફાઈ કરું છું હું તો અને એ જ રીતે રહું છું. બાકી આવજો મળીયે આવતી પોસ્ટ માં આ જ બ્લોગ પર ત્યાં સુધી  IPL જુઓ પોતાની મનપસંદ ટીમ ને ચીયર્સ કરો. "જલસા કર બાપુ જલસા કર, જાય બધા તેલ લેવા જલસા કર".


લબૂક :-

"મળવાના કોઈ ટાણા નથી હોતા,
ખુશ રહેવાના કોઈ બહાના નથી હોતા"

Friday, March 27, 2015

હોળી - 2015

                ઘણા લાંબા સમય પછી હું આટલો ખુશ હતો. ગઈ હોળી ની જેમ જ આ વખતે પણ મામા ને ઘરે જ હતો. ઓહ હું તો ભૂલી જ ગયો કે હોળી તો ગઈ અને દિવસો વીતી ગયા પણ એ દિવસ નું વર્ણન કરતા હું પોતાને રોકી નથી સકતો. કદાચ તમને આ પોસ્ટ વાંચવી ના ગમે કારણ કે મારા કરતા પણ તમારો હોળી નો ઉત્સવ સારો ગયો હશે. ધૂળેટી ઉજવી હશે. મેં ધૂળેટી નહોતી ઉજવી. પણ મામા-મામી, દાદા દાદી સાથે ચાર દિવસ વિતાવ્યા. તો મજા પડી ગઈ કેમ કે આટલા સમય માટે પોતાને ગમતી જગ્યાએ રેહવાની મજા જ કઈક અલગ હોય છે. અને કુશલ અને ચિરાગ જેવી કંપની હોય તો મજા કેમ ના આવે?

આમ તો બાઈક ને સર્વિસ કરવા માટે ગયો હતો પણ સર્વિસ બૂક ઘરે ભૂલી ગયો હોવાથી મામા ના ઘરે પ્રયાણ કરવામાં આવ્યું હતું. જેની કામદાર, નામદાર અને સમજદાર વર્ગે નોંધ લેવી. હોળી ના આગળ ના દિવસે પહોંચી જવાનું આ જ એકમાત્ર બહાનું હતું. એ દિવસે સાંજે થોડો ટાઈમપાસ કર્યો. પરિવાર સાથે બેસી ને લેપટોપ માં કુશલ ના મેરેજ ની મુવી જોઈ. સાંજે હોળી ના દર્શન કરવા ગયા અને રાત્રે અધુરી DVD જોઈ નાખી.

બીજા દિવસે ધૂળેટી હતી એટલે દુકાન બંધ રાખી હતી. તો પણ ધૂળેટી ના રંગ માં રંગાયા ન હતા. વર્લ્ડ કપ ચાલુ છે તો ઇન્ડિયા ને જીતતા અમારી આંખે જોઈ. અમે પણ ક્રિકેટ રમ્યા ( એમાં મેં ચાર ચોક્કા માર્યા હતા ).

રોજિંદા કામ માંથી થોડો આરામ લેવા માટે ૫, ૬, ૭, ૮, તારીખે ઓફીસ માંથી રજા લેવામાં આવી હતી. રવિવારે સાંજે ઘરે આવી ગયો. બસ એટલુ જ કહેવું છે કે હોળી - ૨૦૧૪ ની પોસ્ટ વાંચો.

એકંદરે હોળી સારી રહી.

 કુશલ , હું , ચિરાગ



લબૂક:-
"મામાનું ઘર કેટલે?
દીવો બળે એટલે "

Thursday, January 29, 2015

ધર્મ ના નામ પર ઢીશુમ ઢીશુમ

ના ભાઈ ના કોઈ જ ઝગડા વિષે નથી લખવાનું. આઈ એમ તો પેલ્લે થી જ સીધા-સાદા. આપણે તો ઝગડો કરવાનો ખરો પણ એનું વર્ણન નઈ કરવાનું, ખાઈને સુઈ જવાનું અને મારી ને ભાગી જવાનું,  "શું ક વાંક માં ના આઇએ, હમજ્યા?"

પણ મેઈન પોઈન્ટ એ વાત નો છે કે બેબી મુવી જોતો હતો, અડધું જોયું અને અડધું આજે જોઇસ ( મોબાઈલ માં છે ને એટલે ) આ પીકે પણ જોયું, લોકો કહે છે કે પીકે વિવાદ માં સપડાઈ છે અને આ મુવી એ ધાર્મિક લાગણી દુભાવી છે. ( હકીકત માં ધાર્મિક લાગણી અને વિવાદ શબ્દ વિષે હું નથી જાણતો ) ભલા માણસ એક વાર પીકે જુઓ ફક્ત સત્ય સામે આવ્યું છે. ઓહ માય ગોડ જેમ જ લોકો ને ભગવાન વિષે જાગૃત કરે છે. પણ આપણા સમાજ માં જ હિંદુ અને મુસ્લિમ ના મોટા ઝગડા ચાલે એને કઈ રીતે શાંત કરવા? ઉપર થી આવો મોટોમસ પ્રયત્ન સમાજ પર "પડેલા પર પાટું" જેવું થાય.

પણ આપણે સમજીએ અને સમજાવીએ કે ધર્મ બાબતે બબાલ ના જોઈએ, બાઈબલ કુરાન અને ગીતા માં બીજા કોઈ ધર્મ વિષે નથી જ લખ્યું ને. ફક્ત જીવન વિકાસ ની વાત જ વાંચવા મળે. એમ.એસ.જી. મુવી પણ થોડું ઘણું ચગી ગયેલું પણ આવું કહેવા પાછળ નો હેતુ બસ રેકોર્ડ્સ કે પૈસા જ નથી હોતા. થોડા-ઘણા સમજદાર બનો અને બીજા કે આપણા કોઈ પણ ધર્મ વિષે કમેન્ટ્સ કરવાનું છોડો. ( જાગો બધા જાગો )

શ્રી કૃષ્ણ અને મોહમ્મદ પયગંબર સાહેબ બંને એ ધાર્મિક ગ્રંથ માં આપણા વિષે જ કહ્યું છે કે કઈ પરિસ્થિતિ માં કયા સમયે કઈ રીતે કર્મ કરવું? બંને વિષે ખાસ વાત જે મને ધ્યાન માં છે

1) શ્રીમદ ભગવદગીતા એક માત્ર એવો ગ્રંથ છે જે ભગવાને જાતે કહેલો છે.
2) મોહમ્મદ પયગંબર એક માત્ર એવા હતા જેમને પોતાના જીવન કાળ દરમિયાન ત્રણ મહાન કામ શક્ય બનાવ્યા
1. એક દેશ ની સ્થાપના : અરબ 
2. એક ગ્રંથ : કુરાન
3. એક સમુદાય ની સ્થાપના : ઇસ્લામ   

જે વાતો આપણે ભગવાન શ્રીકૃષ્ણ ના કે શ્રી રામ અને હનુમાન કે મહાદેવ કે કોઈ માતાજી ના ચમત્કાર વિષે સાંભળ્યું કે વાંચ્યું છે એવી જ વાતો મોહમ્મદ પયગંબર વિષે નથી સાંભળી. એ કાળ માં પોતાની જ સ્ત્રીઓ નો જુગાર ખેલાતો હતો. પોતાના જ બાળકો ને મારી નાખવા માં આવતા. કોઈ એક સમૂહ બીજા સમૂહ પર બેરેહમી થી આક્રમણ કરતા આવા સમયે માણસ ના વિચારો ને બદલવાનું મહત્વ નું અને મોટું કામ મોહમ્મદ પયગંબર સાહેબે કર્યું હતું કુરાન, ઇસ્લામ અને અરબ દેશ એમની જ ભેટ છે.

આપણે ક્યાં સુધી આવી વાતો ને સમજવાનો પ્રયત્ન નહિ કરી શકીએ? ફક્ત એક બીજા ના ધર્મ અને જીવનશૈલી ને જ દોષ આપવો આ આપણી સંસ્કૃતિ આપણને નથી સીખવાડતી. ફક્ત સમજવાનું એટલું જ કે હું માણસ છું ભગવાને મને કોઈ સારા કર્મ કરવા મોકલ્યો છે. "other is not other, other is my divine brother" લોહી તો લાલ જ બને છે ને તો હું ધર્મ ના નામે ભાગ પાડવા વાળો કોણ? પીકે, ઓ.એમ.જી, એમ.એસ.જી, અને બેબી જેવા મુવી ના આટલા સારા પ્રયત્ન(ઉદ્દેશ) ને સફળ કરવામાં સાથ આપવો અને આવા હેતુ ને પ્રત્યેક સુધી લઇ જવો એ જ મારી જવાબદારી કેમ કે.


હું માણસ છું.




લબૂક : -
"વૈજ્ઞાનિક કરતા બાબાઓ ફેમસ છે ભારત માં
કેમ કે માને છે બધા લોજીક ને બદલે મેજિક માં"

નોંધ: આ પોસ્ટ માં મારાથી કૈક ખોટું લખાઈ ગયું તો જણાવવા વિનંતી.